આલિયા ભટ્ટે ટ્રાન્સપરન્ટ ટોપમાં બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો

આલિયા ભટ્ટે ટ્રાન્સપરન્ટ ટોપમાં બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો-આલિયા ભટ્ટ હાલમાં પ્રેગ્નન્ટ
આ લિયા ભટ્ટ હાલમાં પ્રેગ્નન્ટ છે. આલિયા ભટ્ટ અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર સાથે ફિલ્મસિટીમાં જોવા મળી હતી. આલિયાએ ટ્રાન્સપરન્ટ ટોપમાં બેબી બમ્પ ફ્લૉન્ટ કર્યો હતો.આલિયા ભટ્ટે ટ્રાન્સપરન્ટ ગુલાબી ટોપ પહેયુંર્ હતું. આ સાથે બ્લેક જિન્સ તથા બ્લેક કોટી પહેરી હતી. આલિયાએ વાળ ખુલ્લા રાખ્યા હતા. આલિયાએ પતિ રણબીર સાથે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.


ફિલ્મસિટીમાં આલિયા તથા રણબીરે ફોટોગ્રાફર્સ સાથે પણ ફોટો ક્લિક કરાવ્યો હતો. જણાવી દઈએ કે, રણબીર કપૂરે ચેન્નઈમાં ડિરેક્ટર એસ.એસ. રાજામૌલિ તથા નાગાર્જુન સાથે 'બ્રહ્માસ્ત્ર'નું પ્રમોશન કર્યું હતું. જ્યારે રણબીર કપૂર ઇવેન્ટમાં આવ્યો ત્યારે નાગાર્જુન ને રાજામૌલિને જોતાં જ તે પગે લાગ્યો હતો. આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. ચાહકોને રણબીરની આ હરકત ઘણી જ પસંદ આવી હતી. ચેન્નઈમાં રણબીરે સાઉથ ઇન્ડિયન ફૂડની મજા માણી હતી.અયાન મુખરજીના ડિરેક્શનમાં બનેલી 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં આલિયા-રણબીર ઉપરાંત મૌની રૉય, નાગાર્જુન, અમિતાભ બચ્ચન છે. ફિલ્મમાં રણબીરે શિવા તથા આલિયાએ ઈશાનો રોલ પ્લે કર્યો છે. અમિતાભે ફિલ્મમાં પ્રોફેસર અરવિંદ ચતુર્વેદીની ભૂમિકા ભજવી છે. જ્યારે, મૌનીના પાત્રનું નામ દમયંતી છે.