NEET / NTAની જાહેરાત: પરીક્ષામાં ચેકીંગના નામ પર જે વિદ્યાર્થિનીઓના અંડરગાર્મેન્ટ ઉતરાવી, તેઓ હવે પરીક્ષા આપી શકશે

NEET / NTAની જાહેરાત: પરીક્ષામાં ચેકીંગના નામ પર જે વિદ્યાર્થિનીઓના અંડરગાર્મેન્ટ ઉતરાવી, તેઓ હવે પરીક્ષા આપી શકશે
  •  નીટ પરીક્ષા દરમિયાન બ્રા ઉતારવાની ફરજ બદલ થયો હતો હોબાળો
  • હવે આ કેસમાં ભોગ બનેલા વિદ્યાર્થીઓને એનટીએ દ્વારા એક ચાન્સ આપવામા આવ્યો છે.
  • આ વિદ્યાર્થીઓ ફરી વખત નીટની પરીક્ષા આપી શકશે.

કેરલના કોલ્લમમાં નીટ પરીક્ષા દરમિયાન જે વિદ્યાર્થીઓના અંડરગામરમેેંટ્સ ઉતરાવ્યા હતા, NTA તેમની પરીક્ષા ફરીથી કરાવશે.

તે ખાસ કેન્દ્ર પર પરીક્ષા આપનારી વિદ્યાર્થિનીઓને 4 સપ્ટેમ્બરના રોજ પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાંં આવ્યો છે. એનટીએએ વિદ્યાર્થીઓને તેની પુષ્ટિ માટે એક મેલ પણ મોકલ્યો છે.

કેરલના કોલ્લમમાં 17 જૂલાઈના રોજ નીટ પરીક્ષા દરમિયના માર્થોમાં ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંફોર્મેશન ટેકનોલોજી સ્થિત એક્ઝામ સેન્ટર પર કડકાઈના નામ પર વિદ્યાર્થિનીઓના અંડરગારમેંટ્સ પણ ઉતરાવ્યા હતા. આ મામલામાં રાષ્ટ્રીય સ્તર પર વિવાદ ચગ્યો હતો. તેને લઈને કેરલમાં ખૂબ ધરણા પ્રદર્શન અને વિરોધ થયા હતા. કોલેજમાં તોડફોડની ઘટનાઓ પણ સામે આવી હતી. તેને લઈને હોબાળો એટલો વધી ગયો હતો કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય સુધી આ મામલાને લઈને નિવેદન આપવા પડ્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું છે કે, કથિત રીતે વિદ્યાર્થિનીઓની અંડરગારમેંટ્સમાં લાગેલા મેટલના હુકથી વાંધો હતો. હોબાળો વધ્યા બાદ હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તપાસ માટે ફેક્ટ ફાઈંડિંગ ટીમ બનાવી હતી. ફેક્ટ ફાઈંડિંગ ટીમમાં એનટીએના સીનિયર ડાયરેક્ટર સાધના પારાશર, સરસ્વતી વિદ્યાલય અરાપુર્રાના પ્રિન્સિપલ શૈલજા ઓ આર. પ્રગતિ અકેડમી કેરલની સુચિત્રા શામેલ હતા. આ ટીમે ચાર અઠવાડીયામાં જવાબ રજૂ કરવાનો હતો.

તપાસ કરી રહેલા પાંચ મહિલાઓની ધરપકડ કરવામાં આવી

આ મામલામાં તપાસ કરી રહેલી 5 મહિલાઓની ધરપકડ થઈ ચુકી છે. આપને જણાવી દઈએ કે, વિવાદની શરુઆત એક 17 વર્ષિય વિદ્યાર્થીની ફરિયાદ બાદ થયો હતો. વિદ્યાર્થીનો આરોપ હતો કે, પ્રવેશ પરીક્ષા પહેલા તપાસ દરમિયાન તેની ઈનર વિયર હટાવાનું કહેવાયુ હતું. આરોપ લગાવનારી છોકરીએ કહ્યું હતું કે, તેને એક્ઝામમાં સામેલ થતાં પહેલા અંડરગારમેંટ્સ ઉતારવા માટે કહ્યું હતું. ધરપકડ મહિલામાંથી 3ને એનટીએ એક એજન્સીમાંથી હાયર કરી હતી. જ્યારે 2 મહિલા કોલ્લમની તે શૈક્ષણિક સંસ્થા માટે કામ કરતી હતી, જે સંસ્થામાં આ ઘટના થઈ હતી.

અન્ય ન્યુઝ માટે અહી કલિક કરો.