યુક્રેનને ભૂલી જાઓ, વિદ્યાર્થીઓ આ દેશોમાં પણ કરી શકે છે સસ્તો મેડિકલ અભ્યાસ

દર વર્ષે લગભગ 7 લાખ વિદ્યાર્થીઓ ભારતમાં લગભગ 80,000 મેડિકલ કોલેજની બેઠકો માટે લડે છે. ઉંચા એનરોલમેન્ટ આંકડાને કારણે કુલ 9,93,069 વિદ્યાર્થીઓ NEET 2022 પાસ કરવામાં સફળ થયા છે અને આ વર્ષે એટલી જ સંખ્યાની બેઠકો માટે ફરી હરીફાઈ જામશે. આ સ્થિતિને જોતા ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનું લક્ષ્ય રાખે તેમાં ન નવાઈ નથી. આ સિવાય એક મોટો ફાયદો છે ભણતર ખર્ચનો.

યુક્રેનને ભૂલી જાઓ, વિદ્યાર્થીઓ આ દેશોમાં પણ કરી શકે છે સસ્તો મેડિકલ અભ્યાસ

MBBS Study: ભારત અનેક વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. પરંતુ દેશમાં સ્થાનિક ધોરણે બેઠકોની ઘટ અને ખર્ચાળ ભણતર અવરોધક બને છે. ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે મેડિકલ યુનિવર્સિટી - અભ્યાસ માટે કયો દેશ શોધવો તે મુશ્કેલ કાર્ય બની ગયું છે (Low Cost Affordable Foreign Study).

દર વર્ષે લગભગ 7 લાખ વિદ્યાર્થીઓ ભારતમાં લગભગ 80,000 મેડિકલ કોલેજની બેઠકો માટે લડે છે. ઉંચા એનરોલમેન્ટ આંકડાને કારણે કુલ 9,93,069 વિદ્યાર્થીઓ NEET 2022 પાસ કરવામાં સફળ થયા છે અને આ વર્ષે એટલી જ સંખ્યાની બેઠકો માટે ફરી હરીફાઈ જામશે. આ સ્થિતિને જોતા ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનું લક્ષ્ય રાખે તેમાં ન નવાઈ નથી. આ સિવાય એક મોટો ફાયદો છે ભણતર ખર્ચનો.

વિશ્વમાં ઘણા દેશો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે MBBS ડિગ્રી પ્રોગ્રામ્સ ઓફર કરે છે અને તેમાં યુક્રેન તેની માળખાકીય સુવિધાઓ, ઓછી ટ્યુશન ફી અને શિક્ષણના ધોરણને કારણે MBBS કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ લોકપ્રિયતા મેળવી હતી. પરંતુ ભૌગોલિક-રાજકીય તણાવને કારણે હવે તે જોખમીની સાથે પોસાય તેવા વિદેશી સ્થળની યાદીમાંથી બહાર થયું છે. ત્યારેવિદેશમાં મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓની આ સમસ્યાઓના સોલ્યુશન હેતુસર આજે અમે અહીં અન્ય સૌથી વધુ માંગ ધરાવતા અને ઓછા બજેટવાળા દેશોની યાદી રજૂ કરી રહ્યાં છીએ.

ફિલિપાઇન્સ 

ફિલિપાઇન્સ MD (ડોક્ટર ઓફ મેડિસિન) ડિગ્રી ઓફર કરે છે, જે ભારતમાં MBBS ડિગ્રી પ્રોગ્રામની સમકક્ષ છે. ફિલિપાઇન્સ તેની ગુણવત્તાયુક્ત શિક્ષણ, તાલીમ અને સંશોધન માટેની ઉત્કૃષ્ટ વૈશ્વિક પ્રતિષ્ઠા માટે જાણીતું છે. પરિણામે આ દેશ MBBS કરવા માટે ભારતીય વિદ્યાર્થીઓનું સૌથી વધુ પસંદગીનું સ્થળ બન્યું છે.

રશિયા 

રશિયામાં ઉચ્ચ ગુણવત્તાની તબીબી શિક્ષણ પ્રણાલી અને સસ્તી ટ્યુશન ફી છે. રશિયામાં મેડિકલ યુનિવર્સિટીઓને માત્ર NMC દ્વારા જ નહીં WHO અને UNESCO દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. રશિયા દ્વારા ઓફર કરવામાં આવતા મેડિકલ અભ્યાસક્રમોની ઓછી ટ્યુશન ફી ઉપરાંત, યુરોપિયન લીવિંગ સ્ટાન્ડર્ડ, લાઈફસ્ટાઈલ અનુસાર કોસ્ટ ઓફ લિવિંગ પણ ઘણું સસ્તું છે.

કઝાકિસ્તાન 

કઝાકિસ્તાનની મેડિકલ યુનિવર્સિટીઓ તેની હાઈ ગ્રેડ સ્કૂલિંગ પદ્ધતિને કારણે વૈશ્વિક સ્તરે વખણાય છે. કઝાકિસ્તાનમાં, ક્લિનિકલ ટ્રેનિંગ ખરેખર સારી છે. ત્યાં સ્ટેટ મેડિકલ ટ્રેડિંગનો કોમન માપદંડ જ ચાલુ રાખે છે. કઝાકિસ્તાનની તમામ ટોચની તબીબી યુનિવર્સિટીઓ WHO, USMLE, IMED, GMC, NMC દ્વારા માન્ય છે.

બાંગ્લાદેશ 

માનવામાં નહિ આવે પરંતુ પાડોશી દેશ, બાંગ્લાદેશમાં MBBS વિદ્યાર્થીઓ માટે એક સારી પસંદગી છે. ત્યાં ભારતીય નાગરિકો માટે વિદેશમાં સૌથી ઓછા ખર્ચે MBBS પ્રોગ્રામ પૈકી એક છે. બાંગ્લાદેશના યોગ્યતા માપદંડો અનુસાર બાંગ્લાદેશમાં એમબીબીએસની ગુણવત્તામાં સુધારો કરતા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની પસંદગી થાય છે. બાંગ્લાદેશી મેડિકલ યુનિવર્સિટીઓના શિક્ષણની ગુણવત્તા બાંગ્લાદેશમાં MBBS ના NMC પાસ થવાની ટકાવારી દ્વારા પ્રતિબિંબિત થાય છે, જે અન્ય કોઈપણ દેશ કરતાં ઘણી વધારે, 27-30% આસપાસ છે.

કિર્ગિઝસ્તાન 

કિર્ગિઝ્સ્તાનમાં પણ ઓછા ખર્ચનું મેડિકલ એજ્યુકેશન મળી રહે છે. જેના કારણે આ દેશ અન્ય દેશની સરખામણીએ વિદ્યાર્થીઓમાં એમબીબીએસ કરવા માટેનું લોકપ્રિય સ્થળ બન્યો છે. મેડિકલ યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કુલ બેઠકોના લગભગ 5 ટકા અનામત પણ રાખે છે.