SBI Sarkari Naukari 2022: SBI માં આ પોસ્ટ પર બમ્પર ભરતીની જાહેરાત, અરજી પ્રક્રિયા શરૂ; 7 નવેમ્બર સુધી અરજી કરી શકાશે

 SBI CBO Recruitment 2022: જે પણ વિદ્યાર્થીએ અરજી કરવા માંગે છે, તેમને સલાહ આપવામાં આવે છે કે, અરજી કરતા પહેલા આપવામાં આવેલી જાણકારી, પગાર, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા અને અન્ય માધ્યમથી પસાર થવુ અનિવાર્ય છે.

SBI Sarkari Naukari 2022: SBI માં આ પોસ્ટ પર બમ્પર ભરતીની જાહેરાત, અરજી પ્રક્રિયા શરૂ; 7 નવેમ્બર સુધી અરજી કરી શકાશે

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. આ માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ CBO ના હોદ્દા પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવારો જે આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તે, એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 નવેમ્બર 2022 છે.

કુલ 1,422 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે

આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1,422 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જેમાથી ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં મોટાભાગની ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાં 300 ખાલી જગ્યાઓ છે, ત્યારબાદ જયપુરમાં 200 ખાલી જગ્યાઓ છે. જે પણ વિદ્યાર્થીઓ અરજી કરવા માંગે છે, તેમને સલાહ આપવામાં આવે છે કે, અરજી કરતા પહેલા આપવામાં આવેલી જાણકારી, પગાર, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા અને અન્ય માધ્યમથી પસાર થવુ અનિવાર્ય છે.

SBI CBO Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઈન અરજી કરવા માટે શરૂઆતની તારીખ- 18 ઓક્ટોબર

ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ- 7 નવેમ્બર

SBI CBO Recruitment 2022 માટે વય મર્યાદા

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

SBI CBO Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

વિદ્યાર્થીઓ પાસે કોઈ માન્ય બોર્ડમાંથી કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ કે ઈન્ટીગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી સહિત કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈ પણ સમકક્ષ લાયકાત હોવી અનિવાર્ય છે.

SBI CBO Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા

ઓનલાઈન પરીક્ષા- ઓનલાઈન પરીક્ષામાં 120 અંકો માટે ઓબ્જેક્ટિલ ટેસ્ટ અને 50 અંકો માટે વિષયલક્ષી ટેસ્ટ સામેલ હશે.

સ્ક્રીનિંગ- ઓનલાઈન પરીક્ષમાં પ્રદર્શનના આધાર પર નામાંકિત ઉમેદવારની ઓનલાઈન અરજી અને દસ્વાવેજો સ્ક્રીનિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવશે.

ઈન્ટરવ્યુ- ઈન્ટરવ્યુ 50 માર્કસ માટે રહેશે.